Garba king Atul Purohit after US visa denial |Mare Kaik Kahevu chhe

Garba king Atul Purohit after US visa denial |Mare Kaik Kahevu chhe

Garba king Atul Purohit after US visa denial |Mare Kaik Kahevu chhe
અતુલ પુરોહિતે વીડિયોમાં કહ્યું છે કે, આજે પહેલીવાર હું તમને મારી એક વાત કહેવા માંગુ છું, ઊંટનું ડેટુ પાકે એટલે કાગડાઓનું શ્રાદ્ધ જાગે, નવરાત્રી આવે એટલે એક વ્યક્તિ સામે બધી શક્તિઓ સામે આવી જાય છે. લોકો જાતભાતની વાતો કરવા લાગે છે અતુલ પુરોહિતને કેન્સર થયું છે, અતુલભાઈ બિમાર છે, આ તેમનું છેલ્લુ વર્ષ છે વગેરે વગેરે… નવરાત્રી બાદ અતુલ પુરોહિત વિશે કોઈ પુછતું નથી. મને વિઝા ન મળ્યા એ કેમ ન મળ્યા તે અમેરિકન એમ્બેસીએ મને નથી જણાવ્યું, પરંતુ મારા મિત્રોને ખબર પડી ગઈ કે, મને વિઝા કેમ નથી મળ્યા. મને વિઝા નથી મળ્યા એ મારી કમનસીબી છે. આ બાબતથી મને નથી વિઝા મળ્યા. તે બાબાતથી મને વિઝા નથી મળ્યા. આ વિષય પર કોમેન્ટો કર્યા કરે છે. કોઈને આટલી કક્ષાએ નીચો પાડ્યા પહેલા, કોઈને ખરાઈ કે ચોક્સાઈ કરવાની જરૂર નથી લાગતી? હું તમામ લોકોને કહેવા માંગુ છું કે, કોઈને શંકા હોય તો મને રૂબરૂ મળો, હું પુરાવા આપીશ. મે નીતિમત્તા નથી ગુમાવી. બાકી તો દર વર્ષે નવરાત્રી આવે એટલે મારા મિત્રો આવું કરવાના જ છે. સૌથી મોટો જજ જનતા, મારા દીકરા-દીકરી અને મારો ભગવાન છે. હું એટલું ઈચ્છીશ કે ભગાન બધાને સદબુદ્ધિ આપે.